“વૃદ્ધાવસ્થા ની મજબૂરી “
તમે અમદાવાદ માં સવારે ૮-૧૦ વાગ્યા ની આસપાસ સ્કૂટર પર નીકળો તો ઘણા વૃદ્ધ લોકો તમને લિફ્ટ માંગવા હાથ ઊંચો કરતા જોવા મળશે .એક બા મને નિયમિત શિવરંજની પાસે હાથ ઊંચો કરી લિફ્ટ માંગે ,હું બેસાડી એને શિવાનંદ આશ્રમ પાસે ઉતારી દઉં ,આવું લગભગ ૫ દિવસ ચાલ્યું ,એને મેં પૂછવા નો પ્રયત્ન કરેલ કે રોજ આમ ક્યાં જાવ છો પણ લગભગ એ અનુત્તર રહેતા ,અચાનક એ દેખાતા બન્ધ થઇ ગયા ,૧ મહિનો થયો હું પણ વિસરી ગયો પણ અચાનક ગુજરાત સમાચાર માં મરણ નોંધ માં ફોટો જોઈ ચમકી ગયો કે આને ક્યાંક જોયા છે પછી સ્મરણ થયું કે ઓલા બા જે મારી લિફ્ટ માંગતા !!મરણ નોંધ માં નીચે ૨ પુત્રો ના નામ હતા અને ધન્ધા ની ફર્મ ના નામ હતા ,તોય શુંકામ બિચારા ચાલતા આવતા ને લિફ્ટ માંગવા મજબુર થયા તે પ્રશ્નો હજી અનુત્તર જ રહ્યા ,મારી જોડે કોઈ પૂર્વજન્મ નું લેણું હશે તે ૫ દિવસ નો ૫ મિનિટ નો સથવારો મળ્યો ,પણ ઉતરી ને તેના મૂંગા આશીર્વાદ જે મળતા તે કદાચ મને ક્યાંક કામ પણ લાગ્યા હશે .પણ એક પ્રસન્ગ એવો બન્યો કે હું ય બઘવાઈ ગયો ! એક કાકા ને મેં લિફ્ટ આપી ,ને રસ્તા માં મેં પૂછ્યું કે ક્યાં જાવ છો ? કહે રાજપથ ક્લબ પાસે એક બહુમાળી માં લિફ્ટમેન છું .મેં કહ્યું પહેલા શું કરતા હતા તો કહે નામું લખતો હતો ,પણ પછી અચાનક એણે વિચિત્ર હરકત કરવા માંડી ,હું મારુ પાકીટ પેન્ટ ના સાઈડ પોકેટ માં રાખું છું પાછળ ના ખિસ્સા માં નહીં અચાનક એને મારા પાકીટવાળા ખિસ્સા માં હાથ નાખી કાઢવા પ્રયત્ન કર્યો ,એમને એમ હતું કે મારુ ધ્યાન રસ્તા પર છે પણ મને ખબર પડી ગઈ ,મેં તરત જ સ્કુટર ઉભું રાખી કાકા ને કહ્યું ઉતરી જાવ ,જેવા ઉતર્યા એટલે મેં કહ્યું કે આ ધન્ધો આ ઉંમરે શોભા નથી દેતો ,પણ એ રડી પડ્યા ,મને કહે મારો પગાર ૬૦૦૦ રૂપિયા છે ,મને ડાયાબિટીસ છે એટલે ખુબ ભૂખ લાગે ને દીકરા ની વહુ ટિફિન નથી ભરી આપતી ,સવારે નાસ્તો જોઈએ ,બપોરે જમું સાંજે નાસ્તો ને રાતે તો મને સાવ લિમિટેડ મળે ,એટલે ખર્ચો કાઢવા ક્યારેક આવું પાકીટ મારી લઉં ,મેં કહ્યું કે કોક માથા નો મળ્યો તો પોલીસ ને સોંપી દેશે એટલે આવું તો ન કરાય ,મેં કહ્યું ભૂખ લાગી છે કાકા ? મને કહે હા બહુજ ,મેં ૫૦ રૂપિયા આપ્યા ને કહ્યું જો સામે બટાકા પૌઆ વાળો ઉભો છે ખાઈ ચા પી ને નોકરીએ જજો ,મને ઉપકારભરી નઝરે જોઈ જતા રહ્યા !
સમાજ નો કાળો ચેહરો છે ,સરકાર વિદેશો જેમ વૃધો ને માનભર્યું શેષ જીવન આપે એવા પગલાં લે એ ઇચ્છનીય છે ,કાળું નાણું તો બહુ ન નીકળ્યું પણ આ કાળું કલન્ક નીકળે તો ય ઘણું !!!
સૌજન્ય
@પરીન્દ
🙏🏻