હારેલા દીલને હવે હામ નથી, છે પ્રાણ પણ બાકી શ્વાસ નથી,
સાધેલા ટુકડાથી સજીવન ક્યાં સુધી?
છે એટલા છીદ્ર રદયમાં કે શ્વાસ ને ટકવા ઠામ નથી,
શું જોડું આ તુટેલા રદયે રદય તમથી , તમારા જેવું રદય હવે મારી પાસે નથી.
આવ્યા એ જખમ ધરી ગયા, કોઈ આવ્યા મલમ નું નામ આપી ઝખમને તાજા કરી ગયા.
કયો ધાવ જુનો અને કયો નવો કંઈ ગતાગમ નથી,
હોય મહોબત કે નફરત આ રદયને હવે આરામ નથી.
-Hemant Pandya