દશા ઓ એમ સુધરતી નથી ઈશ્વર ને બદલવા થી સવાલો કયાં કદીએ બદલાય છે જવાબો ના બદલવા થી નથી નિષ્ઠા વિષે જરાપણ શંકા પરતું રીત ખોટીછે નહિ પામી શકે તુ ફુલ ને અતર બદલવા થી જરૂરી છે એજ લય ને તાલ છે જે લોહી માં છે નથી કોઈ ફાયદો ઓ નતૅકી ઝાઝંર બદલવા થી વિતેલા ચદં દિવસો પાછા આપો મને થવાયું છે ખુબ એકલવાયુ જુનું ઘર બદલવા થી નહિ આવી શકે તે તારા ઘરે જીદ છોડી દેતુ સબંધો એમ બધાતા નથી અવંસર બદલવા થી...
-Meena Parmar