જીવનમાં જ્યારે “શું કરું?” એવા સવાલ સાથે દિગ્મૂઢ થઇ જઇએ ત્યારે જાતને કૃષ્ણાર્પણ કરી દેવી જોઇએ અને અસ્તિત્વને શિવ-નિર્માલ્ય કરી દેવું જોઇએ.
આપણે સાચા હોઇશું તો જવાબ મળશે, મળશે અને મળશે જ..!
પ્રત્યેક પ્રાર્થનાનો જવાબ મળે જ છે, જો આપણામાં સો ટચ સત્ય હોય તો..!
પરમાત્મા પરીક્ષા લે છે, આકરી રીતે તપાવીને લે છે, પણ એમાં પાસ પણ એ જ કરાવે છે..!
જાત અનુભવ અને સ્વ-અનુભૂતિથી કહું છું.