નમન કરું,નત મસ્તક બનું,
વારંવાર વંદન કરું !
નથી સમજાતું પ્રભુ !
માનવ ગણું કે પ્રભુ સ્મરું!(ટેક)
સાદાઈથી જીવ્યા બાપુ !
સાદાઈ શીખવી ગયા.
અમે અજાણ્યા રહી,
ફૂલહાર પહેરાવતા ગયા.
માગ્યું નહી,મળી ગયું
તમે જીવ માત્રને મળ્યા.
લાકડી હાથમા રાખી,
એને ટેકે કેટલાય તર્યા.
મોહમાયાની બાંધે કંઠી,
ના બંગલા ના ગાડી ફર્યા !
'સંત સદારામ' ટોટાણે*
ગરીબ બની અવતર્યા.
પાવન પાટણ પરગણે
પ્રતિમા રૂપે ભલે પધાર્યા.
પાટણ ધરાની પ્રજા,
તમને જોઈ હરખાણી !
બદનામ ટીબી ચોકડી,
બાપુના નામે વખણાણી.
દારૂ છોડો,બીડી છોડો!
ઉદ્દેશ એકજ બનો નેક!.
'સદારામ' બની આવ્યા ભલે,
સદા રામની લો ટેક.
વીરપુરમાં બાપા જલારામ !
પાટણમાં બાપા સદારામ !
હરખે લેવડાવે હરિ નામ!
વંદન જલારામ,વંદન સદારામ.
"વાત્ત્સલ્ય"ની નજરે નિરખે !
ધન ધન બાપા સદારામ.
••••••••••••••••••••••••••••••
-સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)
તા.30/10/2022