ભવભાર ઉતારી દે મુજને
હો... ભવભાર ઉતારી દે મુજને.
તારાં શરણે લે મુજને.
હૈયે મારાં રહી જાને..
મારગ લાગે કપરો મુજને, (2)
ઠોકર વાગે પળ પળ મુજને, (2)
હાથ મારો થામી લે તું,
ભવભાર ઉતારી દે તું મુજને.. (2)
ઝેર જેવી લાગે આ દુનિયા (2)
આંખે અશ્રુ લાવે આ દુનિયા (2)
સાથ મુજને દઈ દે તુ,
ભવભાર ઉતારી દે તું મુજને. (2)
શ્રધ્ધા મારી ડોલે ના જોજે, (2)
વિશ્વાસ મારો તૂટે ના જોજે(૨)
દર્શન તારાં દે ને મુજને,
ભવભાર ઉતારી દે તું મુજને. (2)
ભવભાર ઉતારી દે તું મુજને..
હો.... ભવભાર ઉતારી...
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan