ધોમ ધખતાં તાપમાં અમે રાહ તમારી જોઈ ઊભા રહયાં.
આવતાં જતાં લોકો પણ અમને જોઈ ઘડી હસતાં રહયાં.
અમે તપતાં સૂરજ સામે કલાકોના કલાકો ઝઝૂમતાં રહયાં.
પરસેવે રેબઝેબ થઈ ગયાં તોય અમે ત્યાં ઊભા જ રહયાં.
આંખો સુજાઈ ગઈ, થાકેલી આંખે એકીટસે જોતાં રહયાં.
ના લીધો વિસામો જરાં પણ, અડીખમ અમે ઊભાં રહયાં.
વીતતાં ઘડીઓ સૂરજને અસ્ત થતાં નેણ મારાં જોતાં રહયાં.
આથમી ગયો સૂરજ તોય અમે તો તમારી રાહ જોતાં રહયાં.
વીતી ગઈ રાત, રાતભર અમારાં નસીબને અમે કોસતાં રહયાં.
મનને મનાવતાં સમજાવતાં રાતભર ડૂસકાં અમે ભરતાં રહયાં.
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan