“સુવિચાર”
"આ સમગ્ર સૃષ્ટિ પંચમહાભૂતની બનેલી છે. આ પંચમહાભૂત એટલે પૃથ્વી,જળ. અગ્નિ,વાયુ અને આકાશ .
આ પાંચેય તત્વને યથાતથ પ્રાકૃતિક સ્વરૂપે સાચવવાને બદલે આપણે એમાં જે ફેરફાર કે વધઘટ કરીએ છીએ
એના પરિણામસ્વરૂપે આપણું વૈશ્વિક સંતુલન ખોરવાઈ જાય છે. ક્યારેક શાંતિથી વિચાર કરી જોજો કે આપણે
પ્રકૃતિએ આપણને આપેલાં આ પાંચેય તત્વોમાં કેવા કેવા ફેરફાર કર્યા છે ! આપણી મોટાભાગની સમસ્યાઓ
આપણે આચરેલા આ અત્યાચારોને કારણે હોય છે.સમુદ્ર પાસેથી વધુ ભૂ ભાગ મેળવી લેવા માટે આપણે એક
કાંઠા ઉપર સમુદ્રને પૂરી દઈએ છીએ પણ ત્યારે એ વાત ભુલાઈ જાય છે કે બીજે કાંઠે સમુદ્રનો વિસ્તાર આપો-
આપ આગળ વધી જાય છે, આમ પ્રકૃતિએ જળ અને સ્થળ વચ્ચે જે સંતુલન કરેલું છે એતો યથાતથ જ રહેવાનું છે."
....ડૉ.દિનકર જોષીના "અખંડ આનંદ" ઑગષ્ટ ૨૦૨૨ ના લેખ "તરબૂચ અને ટેટા" માંથી સાભાર.