પૂનમની ઊગી છે રાત,
મારો શ્યામ રમે છે રાસ હો....
પૂનમની ઊગી છે રાત,
મારો શ્યામ રમે છે રાસ.. (2)
શ્યામની સાથે રાધા રમે છે,
જોઈ ને મારું મન હરખે છે... હો...
શ્યામની.......... જોઈને મારું... (2)
હો... મારું મન મોહે મારો શ્યામ,
રાસ રમે મારો શ્યામ (2)
રાસ રમતાં કેવો ઝૂમી રહયો છે,
રાધાની સંગ કેવો ઘૂમી રહયો છે, હો....
રાસ રમતાં..... રાધાની સંગ.... (2)
મને માયા લગાડે મારો શ્યામ,
રાસ રમે મારો શ્યામ.. (2)
ગોપીઓને એણે ઘેલી કીધી છે,
મોરલીની ધૂને એવી મોહી લીધી છે, હો...
ગોપીઓને એણે... મોરલીની... (2)
હો.... મને વ્હાલો રે લાગે મારો શ્યામ,
રાસ રમે મારો શ્યામ.. (2)
પૂનમની ઊગી....
મારો શ્યામ....
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan