મારાં મનની આશાઓ લઈ તારે ચરણે આવી મા. (2)
દુનિયાથી હું તરછોડાયેલી તારાં શરણે આવી મા. (2)
જો તું મુજને તડછોડે તો
બીજે કયાં હું જાઉં મા (2)
મારાં મનની....
અગણિત ઉપકાર તારાં,
અમાપ તારાં આશિષ મા(2)
વરસાવ્યો તે હેત માડી,
બનીને મારી જનની મા (2)
હેત કરીને વંદન કરું હું,
પ્રેમથી હું નમુ મા. (2)
મારાં મનની....
આંખે મારી આંસુની ધારા,
અંતરમાં છે સવાલો મા(2)
ભવરણે ભટકું છું માડી,
સૂઝે ના કોઈ મારગ મા(2)
સુલજાવી દે ગૂંચવણ મારી,
કરી દે મુજને આઝાદ મા (2)
મારાં મનની....
હવે તો છે બસ તારો ભરોસો,
તું જ વિના નથી કોઇ મારું મા(2)
પાયે પડીને વીનવું મા હું,
સૂણજે મારી યાચના મા (2)
અમી દ્રષ્ટિ તારી અમ પર રાખજો,
આશિષ અમને દેજો મા (2)
મારાં મનની......
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan