ગબ્બર ગોખવાળી માડી,
અંબા ભવાની માડી,
હાજરાહજૂર છે. (2)
આરાસુરવાળી માડી,
ભકતોની તું બેલી માડી,
હાજરાહજૂર છે. (2)
પગપાળા આવે છે માડી ભકતો તારાં ધામે (2)
હરખે ને ઉમંગે માડી ગુણલાં તારાં ગાવૈ.(2)
મમતાળી તું માડી મારી,
દુ:ખડાં હરનારી માડી,
હાજરાહજૂર છે. ((2)
માડી તારાં મંદિરીયામાં અખંડ જ્યોત ઝળહળે (2)
દર્શન એનાં કરી ભકતો મનમાં હરખાયે (૨)
ચાંચરચોકવાળી માડી,
ગરબે ઘૂમનારી માડી,
હાજરાહજૂર છે. (2)
નવ રૂપે પૂજાણી માડી નવખંડે ઓળખાણી (2)
દુ:ખોની હરનારી માડી, સુખોની દેનારી(2)
આસોમાં તું આવી માડી,
પડવે પ્રગટાણી માડી,
હાજરાહજૂર છે. (2)
ગબ્બર ગોખવાળી માડી,
અંબા ભવાની માડી,
હાજરાહજૂર છે. (2)
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan