ઘણો વ્હાલો લાગે, મને પ્યારો લાગે,
મારો શ્યામ મને બહું વ્હાલો લાગે..
કજરારી એની આંખો છે કાળી,
એની આંખોમાં હું ડૂબ્યાં કરું.
મનગમતી એની સૂરત છે એવી,
રાત દિવસ હું એને જોયાં કરું,
ઘણો વ્હાલો લાગે.......
મારો શ્યામ મને...
પીળું પીતાંબર એનાં અંગે શોભે,
કાનમાં રૂડાં એને કુંદળ શોભે,
અધરે એની વાંસળી સોહે,
સંગે રૂડાં ગોરી રાધા સોહે.
ઘણો વ્હાલો લાગે...
મારો શ્યામ મને....
એનાં માથે રૂડું મોરપીંછ શોભે,
એનાં ખભે રૂડી કામળી શોભે,
કાનાના નયનમાં રાધાજી સોહે,
મીરાંના નયનમાં કાન્હાજી સોહે.
ઘણો વ્હાલો લાગે...
મારો શ્યામ મને...
ચૌહાણ ભાવના... "મીરાં"
-Bhavna Chauhan