- કૃષ્ણ પુર્ણ કેમ કહેવાયા ....
- ' હુ ઇશ્વર છુ ' એવુ કેમ કહી શક્યા ...
- જે પણ કાર્ય કર્યુ તેમા શ્રેષ્ઠ કેવી રીતે બન્યા ....
- આજ સુધી જગતનો કોઈ પણ સંપ્રદાય કે મહાપુરુષ તેમને પુરેપુરા કેમ ન પચાવી શકયા...
કૃષ્ણ પળ ના માણસ છે , એના પર ભરોસો ન કરી શકાય કે કાલે તો આ કહયુ હતુ અને આજે પાછા ફરી ગયા .
જે આ પળ મા જીવે છે તે પોતાનુ દરેક કામ એકદમ મન પરોવીને કરે છે...જેને આપણે સહજતા કહીએ છીએ.
કૃષ્ણ ગાયુ પણ ચરાવશે તો એવી રીતે કે આના સિવાય આખા બ્રહ્માંડ મા કોઈ જ બીજુ કામ જ નથી .
માણસ જ્યારે માનવીપણા મા જ ભગવત્તા ભોગવે ત્યારે કેવુ જીવન જીવે છે એનો બરાબર ઉદાહરણ છે આ વ્યક્તિ.
છેક સુરદાસ થી લઇ ને ઇસ્કોન સુધી , કોઈ પણ ભાગવત અને ગીતા ના પુરેપુરા પચાવી નથી શકયા. કારણકે એમનુ સામાજીક ઘડતર તેમને નડતર રુપ સાબિત થયુ છે.