નરસિંહ મહેતા એ
કર્યો છે પ્રસ્તુત સુરૂપે
સચ્ચાઈથી ,
માનવી આદર્શ
' વૈષ્ણવજન ' રૂપે
નિજ પદમાં ,
નજરે ચડે ના ભકતજન ,
માનવી સાચો ,
કોઈ ય ધર્મ પાળનારો
આ જગ વિશે વાસ્તવમાં ,
આ ઘોર કળિયુગમાં !
નજરે ચડે છે શેતાન અનુયાયી
આસપાસ , ચોપાસમાં ,
થયેલ મદોન્મત્ત ,સત્તા ,સ્થાન ઉચ્ચતા ,અને ,
સંપદાના ચાહમાં , અને , બહુધા ,
સ્વાર્થપરાયણતાના જ મનોભાવમાં .
છે નહીં જ આશા અપેક્ષા હવે કોઈ
માનવ મન શુદ્ધતાની
આ વાતાવરણમાં.
- રંતિદેવ વિ. ત્રિવેદી ' રવિ '
૧૮ - ૮- ૨૦૨૨