વાર્ધક્ય =ઘઢપણ
શાસ્ત્રોનું મનોમંથન.
કેટલાય વૃધ્ધો પાસે બધું જ છે પેમની સાથે કોઈ વાત કરવા વાળું નથી
કોઈ એમની વાત સાંભળનાર નથી.એમને સામાજીક હુંફ જોઈએ છે
એમની એકની એક વાત સૌને કહેવી છે. એમના સુખ અને દુઃખની વાતો
સાંભળનાર જોઈએ છે.
પોતાના ઘરમાં કોઈ વાત કરનાર નથી.મંદિરને ઑટલે કે ગામને
ચોતરે કે પાનને ગલ્લે કોઈ તમારી વાત સાંભળવા નવરૂં નથી.પંચાવનથી
પાંસઠના સમજુ આધેડ પરિસ્થિતિ સમજતા થયા છે. આરંભે શૂરા એવા
શાણા માણસો ઘરડા માટે સપોર્ટ ગ્રુપ યોજે છે. થોડો સમય કામ થાય
પણ છે અને પછી ઠપ્પ.
મારા સમવયસ્ક મિત્રો, વડિલોને એક પ્રાર્થના આજે ઘરમા બેઠા બેઠા
પણ ધારો તો સેંકડો માનવ સાથે વાત કરી શકો છો. ગમે તે એક સોસિયલ્
મિડિયા પર પ્રવૃત રહો. સેંકડો નહિ તો માત્ર આઠ દસ મિત્રો તો એવા મળશે
જ જેને તમારી વાતો વાંચવી- સાંભળવી ગમશે.
સમયને ઑળખવાની જરૂર છે."લાઈફ એક્ષ્પેકર્ટસી" વર્ષો વર્ષ વધતી જાય
છે, ઘડપણ તો આવવાનું જ છે.સો વર્ષનું આયુષ્ય મળે કે ના મળે પણ સો વર્ષ
જીવવાનું આયોજન તો અત્યારથી કરવું જરૂરી છે. સો વર્ષ પછી જો તમે
જીવીત હશો તો પણ ખબર ન પડે કે તમે કે તમે હયાત છો તમને ખબર પણ
ન પડે કે દુનિયામાં શું થઈ રહ્યું છે. તો જેટલું જીવો એટલું આનંદથી જીવો.
આ છે શાસ્ત્રોનું મનોમંથન.
🙏🏻