વરસાદ વરસે છે.આ ઝાડ આ ફૂલ ખીલી ઉઠ્યાં છે.પંખી ઉડાઉડ કરે છે.શેરીઓ ચોખ્ખી ચણાક છે.છબછબીયા કરવાનું મન થાય છે.મારી બચપણની હરકતો યાદ આવે છે.હોડી તરતી મુકવાનું મન થાય છે.પત્ની ટોકે છે,"હવે ઘરડા થયા જરા સુધરો." પાણી ભરાયાં છે.ઉઘાડે વાંહે નહાવાનું મન થયું છે.ફળિયાના દોસ્તો સાથે મસ્તી કરી'તી તે યાદ આવે છે. પેલી મિત્રને પાણી ઊડાડી ભીંજવી ખુશી વ્યક્ત કરતો તે યાદ આવે છે.એ ભીને કપડે ઘેર ગઇ મને ધમકી મળી તે યાદ આવે છે.મિત્રો સાથે મસ્તી યાદ આવે છે.અત્યારે ઘરને સ્વચ્છ ઓટલે બેઠો બેઠો આ બધું યાદ કરું છું.વીતેલો કાળ અને વર્તમાન બેઉ વચ્ચે આપોઆપ બંધન અનુભવું છું.
- વાત્ત્સલ્ય