भोजनाग्रे सदा पथ्यम्,
लवणाद्रकभक्षणम्।
अग्निसंदीपनं रुच्यम्,
जिह्वाकष्टविशोधनम्॥
(आयुर्वेद,चरक महर्षि)
વિન્યાસ -- भोजन अग्रे,
लवण अद्रक ।
ભાવાર્થ -- ભોજનની શરૂઆતમાં તાજુ આદુ (નાનો ટુકડો) સિંધાલૂણ સાથે લેવું તંદુરસ્તી માટે ઘણુ ફાયદેમંદ છે.આમ કરવાથી પાચન ઝડપથી થાય છે, ભોજનના સ્વાદમાં વૃદ્ધિ થાય છે અને જીભ અને ગળું ચોખ્ખાં થાય છે.
(આયુર્વેદ, ચરક મહર્ષિ)
આદુ પેટ ફૂલવુ, કબજિયાત, ગેસ ,એસિડીટી જેવી સમસ્યાઓને ઠીક રાખવામાં પણ સહાયક છે. જે લોકોને પેટ સાથે સંબંધિત સમસ્યાઓ રહે છે તેઓ રોજ સવારે ખાલી પેટ આદુનુ સેવન કરે. જમવાના સમય કરતાં અડધો કલાક પહેલાં ત્રણ-ચાર ચમચી આદું નો રસ, જરા સિંધામીઠું અને થોડાં લીંબુનાં ટીપાં નાખીને પીવાથી ભૂખ ઊઘડે છે. આ રસથી પેટમાં પાચકરસોનો યોગ્ય સ્રાવ થાય છે. આથી પાચન સારું થાય છે અને ગેસ થતો નથી.
ઘણા આયુર્વેદ નિષ્ણાતોનો એવો મત છે કે આદું ના નિયમિત સેવનથી જીભ અને ગળાનું કેન્સર થતું નથી.
ભાવાર્થ અને પ્રસ્તુતકર્તા: ડો ભૈરવસિંહ રાઓલ