💐🙏🏻શિવ-વંદના🙏🏻💐
હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપ તું
દેવાધિદેવ સર્વ નો છે માને બાપ તું
હે ભોળાનાથ...
છે રાજ તારું ત્રિલોક પર અમર
આકાશ કે પાતાળ હો કે હો ધરા અટલ
બ્રહ્માંડ છે શક્તિ, અમાપ માપ તું
અમાપ માપ તું
દેવાધિદેવ સર્વ નો છે માને બાપ તું
હે ભોળાનાથ...
સમુદ્ર મંથને પ્રભુ ,તું ભોળો રહી ગયો
તું ભોળો રહી ગયો
તેથી બન્યો દેવોનો દેવ આપોઆપ તું
દેવાધિદેવ સર્વ નો છે માને બાપ તું
હે ભોળાનાથ...
હાથે ત્રિશૂળ ડોકે અને કંઠે સર્પ માળ
તારો દાસ કહે, પ્રભુ શરણું આપ તું
પ્રભુ શરણું આપ તું
દેવાધિદેવ સર્વ નો છે માને બાપ તું
હે ભોળાનાથ...
ૐ નમઃ શિવાય
कर्पूरगौरं करुणावतारं
संसारसारं भुजगेन्द्रहारम्।
सदा बसन्तं हृदयारविन्दे
भवं भवानीसहितं नमामि।।
मंत्र का अर्थ: कर्पूर जैसे गौर वर्ण वाले, करुणा के अवतार, संसार के सार, सर्प का हार धारण करने वाले, वे भगवान शिव शंकर माता भवानी के साथ मेरे हृदय में सदा निवास करें। उनको मेरा प्रणाम है।
પ્રસ્તુત કર્તા:ડો.ભૈરવસિંહ રાઓલ