પ્રભુને___
હૈયે હામ આને હોઠે તારુ નામ,
એટલું જ છે મને પ્રભુનું કામ!!!!
અગમનિગમના આ ચક્કરમાં,
બસ તારા જ નામનું એક જ ધામ!!
નેડો લાગ્યો છે તારો જીવનમાં,
રટુ છું તારુ નામ સ્મરણમાં!!
આછા પાતળા એ લાગણીનાં બંધનમાં,
તારો જ સંબધ રહશે દરેક પળમાં!!
આન્જ્યો છે ભેજ મેં તો ખુલ્લી આ આંખોમાં,
ભીતરે ભીંજાય કેવું હૈયું તારી યાદમાં!!
ક્ષિતિજની ઓલીકોર પણ જાય નજર ક્ષણમાં,
સોનેરી ભાત ચિતરે દૂર-સુ-દૂર ગગનમાં!!
હે ચિતારા,જાણી ગઈ છું આજ તને હું,
ચડતી કે પડતી માં તું જ રહ્યો સંગાથમાં,
તું જ રહ્યો સંગાથમાં,. ગ્રીષ્મા પંડ્યા __
👌