“ગ્રૃપમાં રહેલા તમામ ડોકટર્સ તેમજ તેમના તમામ સહાયકોને દિલથી વંદન...
સંભળાતી ચીસ વચ્ચે રોજ હસતા હોય છે,
લાગણીને ખિસ્સામાં રાખીને ફરતા હોય છે.
પેશન્ટોને જીવતા ભગવાન ગણતા હોય છે,
એટલે તો રાત દા'ડો સેવા કરતા હોય છે.
કેટલી મિનિટો થઈ ને કેટલી બાકી રહી,
દર્દીઓની વેદના વચ્ચે ય ગણતા હોય છે.
ગાળ બોલે, રાડ પાડે, લાત મારે, તે છતાં
દર્દથી પીડાતા દર્દી એને ગમતા હોય છે.
એ ભલા માટે ખિજાતા, તોય ખોટું લાગતું,
દર્દ એ દર્દીનું જાણી છાનું રડતા હોય છે.
.......પ્રશાંત સોમાણી
Happy doctors day🚑”
🙏🏻