પ્રાર્થના ગીત
પ્રભુ તારું મંદિર, પ્રભુ તારી પૂજા,
પ્રભુ તારી ભક્તિ ,અમોને ગમે છે.(૨)
સકળ જગત ને કરું એક શરણું
બને સૌનું જીવન ,વહે જેમ ઝરણું.
પ્રભુ તારું મંદિર, પ્રભુ તારી પૂજા----
જીવનમાં નિરાશા ના વાદળ છવાયા,
અમે સ્વાર્થ વૃત્તિ ના સંગે રંગાયા (૨)
જીવનમાં નિરાશા, તારી એક આશા,
મિટાવી દયો પિપાસા,મિટાવો નિરાશા
પ્રભુ તારું મંદિર, પ્રભુ તારી પૂજા ----
આવ્યો છું દ્વારે ,તમારે આધારે,
લાવી ર્ધો નૈયા, પ્રભુજી કિનારે,(૨)
તમો છો દયાળુ ,તમે છો પ્રેમાળુ,
તમો છો કૃપાળુ ,તમે છો કૃપાળુ
પ્રભુ તારું મંદિર, પ્રભુ તારી પૂજા ----
ભવોભવ ભટકું છું,મળે ના કિનારો,
તારા વિના પ્રભુ મારે, કોઈ ના સહારો(૨)
ભટકે છે રાહી, બનો માર્ગદાયી,
બનો સુખદાયી
પ્રભુ તારું મંદિર, પ્રભુ તારી પૂજા ----
રચનાકાર: રાહી અને અનુભાઈ નાયક
સંકલન અને રજુઆત :ડો ભૈરવસિંહ રાઓલ
નોંધ: આ હૃદયસ્પર્શી પ્રાર્થના ગીત ભરતભાઈ નાયકે ખાનદાન ફિલ્મ (1965) ના લતા મંગેશકરજી દ્વારા ગવાયેલા ગીત तुम्ही मेरे मंदिर तुम्ही मेरी पूजा ના ઢાળ પર આધારિત ગાયું છે.