થયા છે…
વન વગડાં, કોન્ક્રિટ નાં જંગલ થયા છે,
ટહુકાં કોયલનાં, રિંગટોન થયા છે!
દુનિયા આખીની, જો વાત કરો તો,
ઓરડાં હવે, ગ્લોબલ પ્લેટફોર્મ થયા છે!
સંબંધોમાંથી, નીતરે છે સ્વાર્થ,
લાગણી ‘ને સંવેદના, ઈમોજી થયા છે!
સફળતાની વાટ છે, એકલી અટૂલી,
નિષ્ફળતાં મળતાં, સૌ વિમુખ થયા છે!
“ચાહત” હૃદયની, આવૃત્ત રહે છે,
હૃદયનાં તાળાં, સજ્જડ થયા છે!!
💕ચાહત💕