રેતીના મહેલો હું બનાવી શકું,
વિશ્વાસે તારા જીવન ગુજારી શકું,
એકલતા હવે મનની દૂર થઈ ગઈ છે ,
આ મનમાં તુજ ને સમાવી શકુ,
આઇનામાં નીરખું છું હું મારા જ ચહેરાને,
છતાં તુજને એમાં નિહાળી શકું,
અભણ જેવી જ રહી છું કાયમ ફોરમ..,
પાઠ પ્રેમ ના નીજ સર્વને ભણાવી શ કુ,
કહું છું બસ તુજ ને જ તુજ ને પ્રિયે,
વધીને તુંજ થી હું કોને ચાહી શકું..?
-Mrs Farida Desar