સાચું કહું , પહેલું વિલન આપણું મન છે.કાબૂમાં રાખીએ તો પણ એવી જગ્યા એ ભટકી જાય છે કે જ્યાં સ્વાભિમાનને ઠોકર લાગી જાય.મનને કોઈ કાબૂમાં રાખી શકતું નથી . ન ગમતા માણસ પાસે પણ મન ભટકી આવે છે.મન એક વિલન છે.એને કાબૂમાં રાખી શકીએ તો આપણું દિલ ઝળહળતો હીરો બની જાય છે .
મનની શાંતિ જાળવવા મનને મજબૂત બનાવી દેવું જોઈએ.જે લોકો મનને જીતી શકે તે પોતાની સફળતા આપોઆપ પામી શકે છે.
-Bhanuben Prajapati