સુગરા મળે તો સેવીએ સાધો,
નુગરા ને હોય ના નમન.
ચડી રાફળે લલકારી લઈ,
ગુણીજન વિના શા કવન.
મન, તું મનમાં ન લેજે વા'લા,
હો ભલે ઝુંપડી કે ભવન.
દીઠી ના કાલ કોઇએ મનવા,
ઝટ પામી જઈએ મરમ.
થોડે ઝાઝુ કહેવાયું છે સુજ્ઞો,
કર્મ બાંધતા, કરવું મનન.
મહેન્દ્ર પંડ્યા, જામનગર.