અંધારાંની ઓસરીયું જો આડી નડે તો ..,
તું , એને અંતરના ઓરડે જીક..
કોરપના રંડાપા મેલી ને માળિયે...
હવે આથમણે ઉગમણા લીપ..
આંકડાના અધુરા ઓરતા રહે એમ ..,
જો મોતી હોય , તો તો હોય એને છીપ..
મરજાદા મેલીને મોકા ની તાળીએ ..
હવે ,કમાડ કાજળ ના કરી ને ટીપ ..
લોકોના અબોલડા ઓછા પડે તો ,
સથવારો આતમ નો પી લે ઘડીક,
અંતે તો વર્તારો ભોળાના ધામ માં ,
અજવાળા શ્વાસો ની સમીપ ...
અંધારાં ની ઓસરિયું આડી નડે તો...
કૃતિ