The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ભીંજવિલે આયખાના માવઠામાં ખુદને તું , આ કમોસમી વરસાદ તને ફરી ફળે ના ફળે . આ કમોસમી વરસાદ તને ફરી મળે ના મળે . કૃતિ રાવલ -kruti raval
મેહંદી ઉતરી ને એની ભાત રહી ગઈ , ચણોઠી ચડીને મારી જાત વહી ગઈ . પાલવનો છેડો બંધાયો હીરની દોર ..., ચિચિયારી આંગણાની મને કહી ગઈ . બાગમાં વાવેલા જૂઈના વેલા ઉછેર્યા હેતથી , સુગંધ..... એ વેલાની .. ચોમેર રહી ગઈ . વારસદાર રહ્યા ભઈ અમે પાનખર ના , સળગ્યું સુકું ભટ્ટ ને રાખ એની રહી ગઈ . ચોમાસા અંતે વાવ્યા નયનો મહી અમે .., આંસુ સુકાયા ..,ને ઉઘાડ તોઈ.. ઝાકળ રહી ગઈ . ૧૩-૦૨-૨૦૧૬ કૃતિ રાવલ
દાંડલીની ચાંખડી શ્વાસોથી છલોછલ ફૂલ , ને ફૂલની પાંદડીમાં ચમકે ઝાકળની ઝુલ . -kruti raval
ખીલતા જોઈ હતી મેં દિવસે રાતરાણી ..., તે સમય થી જો મઘમઘુ છુ.. સુઘંધ બની ભટકી જ્યારથી તારામાં ... ખોવાયા પછી મારી જાત શોધું છુ .. -kruti raval
ના રોક્યું રોકાય ના જીલ્યું જીલાય , મારા ઉરનું ઓરતું, કેમ કરી ઠેલાય ? -kruti raval
ઓટાની કોર ક્યાંક ખરી ગઈ છે જ્યારથી , તડ તાળવા માં પડેલી સંધાણી નથી ત્યારથી -kruti raval
ક્ષિતિજ નાં સઘળા રંગો રોળી રંગોળી પૂરે મારા શમણાં નખ તારા નમે મારી કોર ડગમગ થતાં જરા નમણાં દૂર ઝાંઝવા જોલા ખાય ને અહીંયા દલડાં દાજે મારા આવ્યા કરે અણસાર ને ફરકે અંગે અંગ ડાબા જમણા... -kruti raval
I m not able to see my massage in Matru bharti app please help if anyone know solution of this problem . -kruti raval
આથમતી સાંજ શણગારી રાખું, સાથીયા પુરાવી રંગ રંગાવી રાખું, તું આવ્યો કે ? ના અણસારે જો, જીવ ને કાચ જેમ સજાવી રાખું. -Kruti Raval
મધ દરિયે અટવાય મુશળધાર ના મોટા વ્હેણ , ને વાછટ મોકલ્યા કરે એવા આવવાના કહેણ. -kruti raval
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser