વાયદો ખાલી ખાલી કરો છો.
સમયનું બહાનું કાઢો છો.
ઊંઘવા સમય મળે જ છે.
જમવા સમય કાઢો જ છો.
દરરોજની પ્રાતઃ ક્રિયા કરો જ છો.
વિકેન્ડ રજા હોય જ છે.
રૂપિયા પાછળ દોડો જ છો.
સમય કાઢી સગાં ને મળો જ છો.
સામાજિક પ્રસંગે જાઓ જ છો.
બીમાર ને બોલાવવા જાઓ જ છો.
અપડાઉન કરો જ છો.
કારમાં બેઠાં બેઠાં ગપ્પાં મારો જ છો.
બપોરનું બગાસું આવે ચા પીઓ જ છો.
આ બધી ક્રિયા માં સમય મળે જ છે.
મને ખબર છે કે તમે સમય કેમ નથી આપતાં?
કેમકે સ્વાર્થ પૂરો થયો,
પ્રેમ સ્વાર્થપૂર્તિ પૂરતો જ હતો.
આ પ્યારનું હું શું નામ દઉં?
વાયદા વગર મળી લેવાતું.
હવે બહાનાબાજી સિવાય કંઈ જ નથી.
પ્રેમ સ્વાર્થ વગર થતો જ નથી.
-वात्सल्य