*રચના..........* "પ્રેમની અભિવ્યક્તિ"
કેનેડાના બર્ફીલા પહાડો પર માનવ વસ્તી સાવ નહિવત જોવા મળે. કેમકે ત્યાં બારેમાસ ઠુઠવાતી ઠંડી પડે. એવામાં દૂર દૂર એક ઘરમાં પરિવાર રહેવા આવ્યો હતો. તેમની સાથે તેમના ચાર ડોગ પણ હતા.
જેમાં એક નાનું બચ્ચું હતું. પણ ખુબ તોફાની હતું તેનું નામ shadow હતું. એના તોફાનથી ઘરમાં પતિ કંટાળી ગયો હતો.
એ લોકો માટે એક અલગ ડોગ હાઉસ બનાવ્યું હતું.પણ shadow ને તો ઘરમાં જ" જેની અને ઝૂઝુ" જોડે જ રહેવું હોય. જેની એને આવવા દેતી.પણ એને બેડરૂમમાં તો નો-એન્ટ્રી.
એનાં તોફાનને કારણે ઝુઝુ એને ડોગ હોસ્ટેલમાં મુકવા જાય છે.shadow ને ખબર પડી જાય છે તો એના મૌનની ભાષાથી ના પાડે છે, ધમપછાડા કરે છે,પણ...
જેની ખુબ ઉદાસ ઉદાસ રહેવા લાગી... બે દિવસ પછી જોયું તો shadow ડોગ હોસ્ટેલમાંથી ભાગીને જેની પાસે આવી જ જાય છે. જેની ખુબ ખુબ ખુશ થઈ ગઈ એની આંખમાં પાની આવી ગયા ખુશીના. સાંજે ઝૂઝુ પણ જોવે છે તો એનું દિલ પણ પીગળી જાય છે. તે પછી ઝૂઝૂ અને shadowની દોસ્તી પાક્કી થઈ જાય છે અને તેને બેડરૂમમાં પણ સ્થાન મળી જાય છે.
રૂપલ મહેતા રુપ ✍️©
-Rupal Mehta