બાળરમત "
રૂપુ ખુબ વહાલી લાગે એવી ગોળમટોળ, ગોરી ગોરી.
એના ભાઈ બહેન સાથે રમતી અને ભણતી. મમ્મી પપ્પા ખુબ વહાલા. પણ રુપુને પપ્પા ખુબ વહાલા.
એના ફળિયામાં કુતરીએ સરસ મજાના ચાર જાડિયા જાડિયા બચ્ચાંને જનમ આપ્યો . બસ એના બચ્ચાંને જમવાનું આપીને એને જોયા કરવાનું.. એને રમાડવાનું ખુબ ગમતું. બચ્ચાં મોટા થયા ત્યાં સુધી તો એની માતા અને બચ્ચાં રૂપીના ઘરે રેહવાં આવી ગયા.
રોજ પચાસ પૈસા લઈ રૂપી તો ગ્લાસ લઇને દૂધની દુકાને જાય અને ચારેય ના વાસણ રાખ્યા હતા તેમાં દૂધ આપે. પોતે ચોકલેટ ના લે પણ રોજ બચ્ચાં માટે પૈસા વાપરે. આમ એમાં. એની બાળરમત થઈ ગઈ હતી.
આજે રૂપી મોટી થતાં જ પ્રાણીઓના ડોક્ટર બની એમની સેવા કરી રહી છે.
રૂપલ મહેતા રુપ ✍️©
-Rupal Mehta