કદીયે તૂટવા દીધું જ ન્હોતુ આપણે સગપણ મને મોડેથી સમજાયું હતુ
પ્રતિબિંબો હતા અકબંધ ને તુટ્યું હતું દર્પણ મને મોડેથી સમજાયું હતુ
મને એમ જ હતું કે આ હ્રદયની વાવ તો છે સાવ ઉજ્જડ કૈંક સદિઓથી પડી,
પરંતુ વાવમાં પગ બોળીને બેઠુ હતું એક જણ મને મોડેથી સમજાયું હતુ
- ચંદ્રકાંત