સવારે તેનો મેસેજ આવે કે નવ વાગે મળું છું.
સવા અગિયારે ફરી મેસેજ આવે કે હું આવી ગઇ છું.થોડી વાર પછી કોલ કરું.
ફરી મેસેજ આવે કે હું બજારમાં ભાભી સાથે છું.
ફરી પાછો મેસેજ આવે કે નાસ્તા માટે ભાભીએ આગ્રહ કર્યો એટલે હોટલમાં છું.
સાંજ પડી એટલે મમ્મીનો ફોન આવ્યો કે ઘેર આવ!
આખો દી' પૂરો કરી બસમાં બેસી તેણીએ કોલ કર્યો કે "હું નીકળી ગઇ છું!"
(પ્રિયતમનો સવારનો ઉત્સાહ,બપોરનો ભરોંસો,સાંજે આપઘાત!)
- वात्सल्य