હોળીનું ફટાણું
ચકલામાં ચેતીને ચાલો, નવાઇલાલ !
હોળીનો પૈસો આલો, નવાઇલાલ !
આજે છે રંગ રંગ હોળી, નવાઇલાલ !
આવી ઘેરૈયાની ટોળી, નવાઇલાલ !
ખાવાં છે સેવને ધાણી, નવાઇલાલ !
દાણ માગે છે દાણી, નવાઇલાલ !
આવ્યા નિશાળિયા દોડી, નવાઇલાલ !
શાહીની શીશીઓ ઢોળી, નવાઇલાલ !
ઝાલી છે હાથમાં ઝોળી, નવાઇલાલ !
સિકલ તમારી છે ભોળી, નવાઇલાલ !
જૂની તે પોતડી પ્હેરી, નવાઇલાલ !
લાગો છો રસિયા લ્હેરી, નવાઇલાલ !
ભારે હિમ્મત તમે કીધી, નવાઇલાલ !
ભાભીએ કિમ્મત કીધી, નવાઇલાલ !
ઊંધી તે પ્હેરીટોપી, નવાઇલાલ !
હસશે ગામની ગોપી, નવાઇલાલ !
ચશ્માની દાંડી વાંકી, નવાઇલાલ!
આંખોની આબરૂ ઢાંકી,નવાઇલાલ !
ચાલોને ઘેરમાં ફરશું, નવાઇલાલ !
નદીએ નાવણિયા કરશું, નવાઇલાલ !
કોરા રહેવાની વાત મૂકો, નવાઇલાલ!
આજે દિવસ નથી સૂકો નવાઇલાલ !
લાગો છો રસિયા લ્હેરી, નવાઇલાલ !
ભારે હિમ્મત તમે કીધી, નવાઇલાલ !
મૂછોમાં બાલ એક ધોળો, નવાઇલાલ !
કાળા કલપમાં બોળો, નવાઇલાલ !
કૂવાકાંઠે તે ના જાશો, નવાઇલાલ !
જાશો તો ડાગલા થાશો, નવાઇલાલ !
આજે સપરમો દા’ડો, નવાઇલાલ !
લાવો ફાગણનો ફાળો. નવાઇલાલ!
ચકલામાં ચેતીને ચાલો, નવાઇલાલ...
હોળીનો પૈસો આલો, નવાઇલાલ !
🙏