Gujarati Quote in Story by Umakant

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક હૃદય વિદારક વાર્તા.

‘અમે બધા મારા પાંચ વર્ષના બાળકના વિદાય પ્રસંગે ભેગા થયેલા. આરવને ગુડબાય કહેવા આવેલા સ્વજનોથી આખો રૂમ ભરાઈ ગયેલો. આરવની નર્સ અમને કહી રહી હતી કે આરવનું આયુષ્ય હવે તમે કલાકોમાં નહીં, મીનીટોમાં ગણવાનું શરૂ કરી દો. પાણી ગળે ઉતારી શકવાની એબીલીટી આરવ ઓલરેડી ગુમાવી ચુકેલો. He couldn’t swallow anymore. એના શ્વાસ પણ ધીમા પડી રહ્યા હતા. હું એની બાજુમાં બેસીને એના કપાળ પર હાથ ફેરવી રહી હતી.’
વાચીને રૂંવાડાં ઉભા થઈ જાય એવો આ મેઈલ મારી એક મિત્રનો છે. મારી સાથે સ્કુલમાં ભણતી. અત્યારે એ યુ.એસમાં છે. જે પાંચ વર્ષના બાળકની વાત થઈ રહી છે, એ બાળક એનું ‘હતું.’ Yes, that child is no longer alive. એ બાળકના અવસાન પછી લગભગ એકાદ વર્ષે એની મમ્મીએ આ કિસ્સો મારી સાથે શેર કર્યો. મને મીઠી ધમકી આપીને એણે કહ્યું છે કે ‘નિમિત્ત પ્લીઝ, મારું નામ લખ્યા વગર તારી ફેસબુક વોલ પર આ કિસ્સો શેર કરજે. હું લખીશ તો કોઈ નહીં વાચે.’

એણે મેઈલમાં લખ્યું છે કે ‘આરવનું ટ્યુમર ડાયગ્નોસ થયું ત્યારે ચુપચાપ વોશરૂમમાં જઈને, મેં ખૂબ બધી ઉલટીઓ કરેલી. છેલ્લા કેટલાય સમયથી હું અને મારો હસબન્ડ જે બીમારીનું નામ વિચારવાનું પણ અવોઇડ કરી રહેલા, એક MRI ને કારણે એ બીમારી અમારી નિયતિ બની ગઈ. આરવનું ઈન-ઓપરેબલ બ્રેઈન ટ્યુમર. પીડીયાટ્રીક ન્યૂરોસર્જને એ રાક્ષસનું નામ આપ્યું “diffuse intrinsic pontine glioma” or DIPG. હું અને મારો હસબન્ડ આરવને કાયમ માટે અમારી મુઠ્ઠીમાં પકડી રાખવા માંગતા’તા અને ટ્યુમરના વેશમાં આવેલું મૃત્યુ દરેક ક્ષણે આરવને અમારી ગ્રીપમાંથી છોડાવી રહ્યું હતું. એ દિવસ, એ ક્ષણ હું ક્યારેય ભૂલી નહીં શકું. કોઈ પંક્ચર થયેલા ટાયરમાંથી હવા નીકળે, એમ એના શરીરમાંથી જીવ ધીમે ધીમે નીકળી રહ્યો હતો.’

‘મને મારી જાત સાવ નકામી લાગી રહી હતી. મારા આખા જીવનમાં મને મારી જાત આટલી બધી વર્થલેસ ક્યારેય નથી લાગી. એનો હાથ પકડીને હું હાલરડુ ગાઈ રહી હતી. મારે એને બચાવી લેવો’તો. એ રોગ સામે સંઘર્ષ કરવા માટે, એના વતી હું તૈયાર હતી. પણ એવું લાગ્યું કે આરવ કોઈની સાથે યુદ્ધ કરવાના મુડમાં નથી. ન નિયતિ સામે, ન રોગ સામે, ન મૃત્યુ સામે. એ પોતાની જાતને સરેન્ડર કરી રહ્યો હતો.’

‘મારે આરવ માટે કંઈક કરવું’તું પણ શું કરું ? એ નહોતી જાણતી. બસ, હું એટલું જ ઈચ્છતી’તી કે મૃત્યુ સમયે હું એને થોડી રાહત આપી શકું. એની સાવ નજીક જઈને મેં હળવેથી પૂછ્યું કે બેટા, તને ખુશ કરવા માટે મારે કંઈક કરવું છે. તું જ મને કહે. હું શું કરું કે તને ખુશી થાય ? અને પોતાના ડેથ-બેડ પર સૂતા સૂતા સ્માઈલ કરીને એ પાંચ વર્ષના જીવે કહ્યું, ‘મમ્મા, હું તો ખુશ જ છું.’

'બસ, આ જ એ વાક્ય હતું જેણે મારી અંદર ભુકંપ સર્જી દીધો. આ બાળક એના મૃત્યુની ક્ષણે પણ ખુશ છે. And look at us, જિંદગી સામે આપણને કેટકેટલી ફરિયાદો હોય છે ? આ નાનકડા જીવને એની બીમારી, પીડા કે મૃત્યુ સામે પણ કોઈ ફરિયાદ નહોતી ! મને એવું લાગ્યું કે મારે તને આ વાત કહેવી જોઈએ. તું કદાચ એને લાર્જર ઓડિયન્સ સુધી પહોંચાડી શકે.’

મારી મિત્રના આ ઈ-મેઈલે મારી અંદર એક ઈમોશનલ તોફાન સર્જી દીધું છે. ‘હું તો ખુશ જ છું.’ ! ગણતરીની ક્ષણોમાં જ મૃત્યુ ગળે મળવાનું હોય, ત્યારે કોણ આવું કહી શકે યાર ? મને નથી ખબર કે આવી ક્ષણોમાં પણ આરવ કઈ રીતે ખુશ રહી શક્યો ? કઈ રીતે એ કબુલ કરી શક્યો કે હું તો ખુશ જ છું ! એ બ્રમ્હાંડની ઉર્જાના આશીર્વાદ હોય કે પછી દુન્યવી વેદનાનો અંત, આરવનું આ છેલ્લું વાક્ય આપણા માટે સુખી થવાની પ્રક્રિયાને એક તદ્દન અલગ રીતે વ્યાખ્યાયિત કરે છે. એ પાંચ વર્ષના જીવને એ વાતની ચિંતા કે દરકાર નહોતી કે આવનારી ક્ષણમાં શું થવાનું છે ? એને ફક્ત એટલી ખાતરી હતી કે આ ક્ષણમાં હું ખુશ છું. ન ગુસ્સો, ન ફરિયાદ. ન ઓછું જીવન મળ્યાનો રંજ, ન કશું છૂટી ગયાનો અફસોસ. એ છોકરો સંતોષ લઈને ગયો.

એની મમ્મીએ લખેલો છેલ્લો ફકરો આ પ્રમાણે હતો : ‘આરવ મને એટલું શીખવાડતો ગયો કે સુખ એટલે પીડાની ગેરહાજરી નહીં. ઉલટું, પીડાની વચ્ચે પણ ખુશ રહી શકવાની કળા એટલે સુખ. હું આરવ સાથે વિતાવેલા સમયને યાદ કરું તો ખ્યાલ આવે છે કે અમે ગાળેલી સૌથી આનંદમય ક્ષણો સાવ સાધારણ હતી. સાવ નાની-નાની વાતોમાં અમને આનંદ આવતો. એ સાવ ‘સાધારણ’ લાગતી ક્ષણો, આજે મને ચમત્કાર જેવી લાગે છે. કારણકે એ ક્ષણિક હતી. અત્યારે એ વિચારીને મારા ચહેરા પર સ્માઈલ આવે છે કે હું આરવને ડિઝર્વ નહોતી કરતી અને છતાં એ મારા જીવનમાં આવ્યો. અમે પાંચ વર્ષ સાથે રહ્યા. અને જુઓ, આરવે શીખવાડ્યું તેમ હું પણ ખુશ છું.’

મારી અને તમારી, હજી સુધી ચાલી રહેલી ખૂબ લાંબી જિંદગીની, આનાથી વધારે ટૂંકી બીજી કોઈ summary ન હોય શકે. આરવ આપણું કામ બહુ સરળ કરતો ગયો છે. છેલ્લા શ્વાસ સુધી જિંદગીનો મર્મ બસ એટલો જ છે કે ‘હું તો ખુશ જ છું.’
-ડૉ. નિમિત્ત ઓઝા
શુભસંધ્યા
🥵

Gujarati Story by Umakant : 111792527
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now