જિંદગીના પથ પર
સંજોગો સામે લડતાં શીખે એ જિંદગી
દુઃખમાં દર્દને ભુલતાં શીખે એ જિંદગી
હૃદયમાં હામ ભીડતાં શીખે એ જિંદગી
હરેક મુશ્કીલો આસાન કરે એ જિંદગી
હર આંસુને નયનમાં સંતાડે એ જિંદગી
ખુદ હસે સૌને હસાવી જાણે એ જિંદગી
દુનિયામાં ક્યારે ડર ન રાખે એ જિંદગી
હર હાલતમાં સુખ માણે તો એ જિંદગી
મુશ્કેલ રાહે સરળ પથ બને એ જિંદગી
દુશ્મન દાસ્ત કરી બતાવે તે એ જિંદગી
દુનિયાના સાગરે તરી જાણે એ જિંદગી
હર હાલતમાં જીવી બતાવો એ જિંદગી
સૌજન્ય
“મેહુલ”
સુભાષ ઉપાધ્યાય
માર્ચ/૯/૨૦૨૨
🙏