સ્ત્રી…
જ્યારે ઈશ્વરે સ્ત્રીનું સર્જન કર્યું ત્યારે વીકએન્ડમાં છેક મોડે સુધી વ્યસ્ત રહ્યા..
દેવદૂત આવ્યો અને પુછ્યુ " શા માટે તેના પર આટલો સમય આપ્યો ઈશ્વર ?"
ઈશ્વરે કહ્યું " તેં જોયું ને કે તેને આકાર આપવા માટે મારે કેટલાં ધારાધોરણોનુ પાલન કરવું પડ્યું ?"
"તે બધીજ પરિસ્થિતિઓમાં કામ કરી શકવી જોઈએ, બાળકોની સાથે બધાંની એકીસાથે એક જ સમયે સંભાળ લઈ શકે, એવું આલિંગન આપી શકે જે છોલાયેલા ઘુંટણ થી માંડીને તૂટેલા હૃદયને સાજા કરી દે, જ્યારે બીમાર પડે ત્યારે પોતાને સાજી કરી શકે,અઢાર કલાક કામ કરી શકે,અને આ બધું તેના બે હાથ થી જ કરી શકવી જોઈએ"
દેવદૂત પ્રભાવિત થઈ ગયો "ફક્ત બે હાથ.. અશક્ય ! "
અને આ પ્રમાણભૂત મોડેલ છે ?"
દેવદૂત નજીક આવ્યો અને સ્ત્રીને સ્પર્શ કર્યો.
"પણ તમે તેને બહુ નરમ બનાવી છે ઈશ્વર !"
"તે નરમ છે" , ઈશ્વરે કહ્યું, "પણ મેં તેને મજબૂત બનાવી છે, તે કેટલું સહન કરી શકે, સામનો કરી શકે તેની તને કલ્પના પણ નહીં હોય."
"તે વિચારી શકે?", દેવદૂતે પુછ્યુ…
ઈશ્વરે જવાબ આપ્યો,"હા વિચારી શકે છે અને બહુ તાર્કિક રીતે."
દેવદૂતે સ્ત્રીના ગાલ સ્પર્શ્યા..
"ઈશ્વર તમારા આ સર્જનમાંથી તો ચુવાક થતો લાગે છે !, તમે તેના પર ઘણો બોજો મૂક્યો છે."
તે ચુવાક નથી... આંસુ છે", ઈશ્વરે દેવદૂતની ભૂલ સુધારી..
"તે શેના માટે છે ?",દેવદૂતે પુછ્યુ..
ઈશ્વરે કહ્યું " આ આંસુ તેનો શોક, તેનું એકાકીપણુ, તેનું દુઃખ, તેનું ગૌરવ, તેનો પ્રેમ વ્યક્ત કરવાની રીત છે."
આ બઘું સાંભળી દેવદૂત બહુ પ્રભાવિત થઈ ગયો..
" ઈશ્વર તમે બહુ વિલક્ષણ છો.તમે બધું જ વિચાર્યું છે, સ્ત્રી ખરેખર શાનદાર છે."
ઈશ્વરે કહ્યું " ખરેખર તે છે જ. તેની પાસે શક્તિ છે જે પુરુષને આશ્ચર્ય પમાડે છે.તે ખુશી, પ્રેમ ધરાવે છે, તેનો પ્રેમ બિનશરતી છે,
તે ભારે મુશ્કેલીઓનો બોજ ઉઠાવીને ખુશીથી-પ્રેમથી તેનો સામનો કરી શકે છે, તે લાગણી વ્યક્ત કરે છે, તે હસી શકે છે, જ્યારે પરિસ્થિતિ અસહ્ય બની જાય ; તે ગીત ગાઈ શકે છે ,જ્યારે તેને રડી લેવાનું મન હોય ; તે રડી પડે છે જ્યારે ખુશ થઈ જાય છે."
"જ્યારે તેનું હૃદય ટૂટી જાય,જ્યારે સ્વજન કે મિત્રનું મૃત્યુ થાય ત્યારે તે જીવન જીવવાની શક્તિ મેળવી લે છે,અને જેમાં વિશ્વાસ છે તેને માટે તે લડી પણ શકે છે."
દેવદૂતે પુછ્યુ ,"એટલે કે તે પરિપૂર્ણ સર્જન છે ?"
ઈશ્વરે જવાબ આપ્યો," ના, તેમાં એક ઉણપ છે ,તે ઘણી વખત ભૂલી જાય છે કે તેનું શું મૂલ્ય છે."
( મૂળ અંગ્રેજી વાર્તા પરથી અનુવાદિત)
On International Women's day, Dedicated to All Women….
🍁
By Courtesy
Garish Modh
🙏