જરૂરી સુચનાઃ
ડૉ.પ્રતિક સાવજના જણાવ્યા મુજબ કોરોના સંક્રમિત વ્યક્તિએકાદ મહિના સુધી અશક્તિ અનુભવે છે. જો કે તે પોતાના સામાન્ય કામકાજ નિયમીત કરી શકે છે. સંતુલિત આહાર લેવાથી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે. કોરોના સંક્રમિત વ્યક્તિએ પાંચથી સાત દિવસ બાદ બહાર નીકળતા માસ્ક પહેરવું જરૂરી છે.સોશ્યલ ડિસ્ટ્ન્સને લગતા નિયમો સાથે સેનેટાઈઝની કાળજી પણ જરુરી છે. પાંચ દિવસ બાદ દર્દી અન્ય લોકોને સંક્રમિત કરી શકતો નથી. વડા પ્રધાન મોદીએ કોરોનાની દવાઓ અને ઑક્સિજન સ્ટોક સાથે ટેસ્ટિંગ અને ટ્રેસિંગમાં ભાર મુક્યો હતો, હેલ્થ ઈન્ફાસ્ટ્ર્ક્ચર સારુ બને તે માટે જાગૃતતા રાખવા જણાવ્યું હતું.'ઑમિક્રોન' અને 'ડેલ્ટા વેરિએન્ટ'ના કેસોમાં ધરખમ વધારો આપણા સૌ માટે ચિંતાજનક છે. નવી નીતિ પ્રમાણે કોરોના સંક્રમિત થયેલા વ્યક્તને હોમક્વોરેન્ટીન થવા કેટલાક નિયમોમાં ફેરફાર કરવા જરૂરી સુચનો આપ્યાં હતાં.એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે 'ઑમિક્રોન વેરિએન્ટ' અન્ય વેરિએન્ટની તુલનામાં વધુ ઝડપી પ્રસરી રહ્યો છે. સાવધાની સ્વયંરાખવી જરૂરી છે. ગંભીરતા સમજી રોજીંદા કામે જતાં ભારે ભીડભાડવાળા સ્થળોથી દૂરી બનાવવી જરૂરી છે.