# વેલેન્ટાઇન ડે
તારી વેલમાં ટાઈની પર્ણ બની જવું,
તો વેલેન્ટાઈન નો અર્થ જાણું.
તારા સમયને સંગાથ બનાવી જવું,
તો વેલેન્ટાઇન નો અર્થ જાણું.
જીવન મરણ નો હિસાબ તો ઈશ્વર જાણે,
તારા પળ પળમાં મારું નામ લખાઇ જાય,
તો વેલેન્ટાઇન નો અર્થ જાણું.
_મહેક પરવાની
#ValentineDay