દુનિયા અંતની દીશામાં દોડ.
નારાયણ! નારાય! પ્રભુ કેમ આજે ઉદાસ દિસો છો ? શું કોઈ ગહન સમસ્યા સર્જાઈ છે ?
નારદજી સમસ્યા તો છે, વળી તે ગંભીર પણ છે.
બોલો બોલો પ્રભુ એવી શું સમસ્યા છે, કે પૃથ્વીના નાથને ચિંતામાં મુકી દે?
નારદ જી આ "કોરોના"એ પૃથ્વી પર કાળો કેર વર્તાવ્યો છે. રોજેરોજ લાખોને કરોડોની સંખ્યામાં પૃથ્વી પરથી અહીં દોડી આવે છે.
સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ ત્રણે લોક ભરચક થઈ ગયા છે, હવે કોઈ ગોડાઉનમાં જગ્યા નથી, હવે નવો સ્ટોક મારે ક્યાં રાખવો? રોજેરોજ નવો સ્ટોક આવ્યે જાય છે. એક મિનિટની ફુરસદ નથી. તેથી હું મુંઝાયો છું કે હવે શું કરવું?
હે પ્રભુ! હું પણ એ જ સમસ્યા લઈ આપની પાસે આવ્યો છું! આ "કોરોના"એ તો કાળો કેર વર્તાવ્યો છે. કૈંક તો ઉપાય કરવો જ પડશે.
પ્રભુ! વેદવ્યાસ અને શ્રી ગણેશજી તુલસીદાસ વગેરે મહા પુરૂષો તેમના ગ્રંથો રામાયણ મહાભારત,શ્રીમદ ભાગવત, ગીતાજી
વગેરેની રચના કરી પરવારી બેઠા છે. તેઓને કાંઇ કામ આપોને ?
નારદ જી તમારી વાત તો સાચી છે, પરન્તુ શ્રી નરેદ્ર મોદીએ આ બધા જ ગ્રંથોને કબાટમાં કેદ કર્યા છે, અને એકબીજા વચ્ચે છ ફુટનું અંતર રાખવાનો કાયદો ઘડ્યો છે આથી આ ઉપાય કારગત નીવડે તેમ નથી.
પ્રભુ ! એક ઉપાય છે. મહાદેવ શંકરનો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાનું લોકોને સુચવીએ, આથી મૃત્યુદર ઘટી જશે, લોકો અમરત્વ પ્રાપ્ત કરશે અને સુખી થશે અને આપની ચિંતા ઓછી થશે.
પ્રભુએ જરા ચિંતન કર્યા બાદ નિર્ણય લઈ જણાવ્યું "तथास्तु वत्स !"
પ્રભુનો "ઑર્ડિનન્સ" લઈ નારદ જીએ પૃથ્વી પર આવી જાહેરાત કરી, અને લોકોએ મહામૃત્યુંજય મંત્રના અખંડ જાપ શરૂ
કર્યા.પૃથ્વી પરનો મૃત્યુદર ઘટી ગયો, લોકો સુખેથી રહેવા લાગ્યા.
"સંસારની ઘટમાળ એવી, સુખ પછી દુઃખ એમ ચાલ્યા જ કરે."
મૃત્યુદર ઘટી ગયો પણ લોકોને ખાવા પીવાનું શું?
પૃથ્વી પર જેટલું અનાજ હતું તેટલું બધું ખાઈને પરવાર્યા, અનાજ ખૂટવાથી ફળફળાદી,
પછી પાણી ત્યારબાદ વાયુ (હવા) ઉપર લોકોએ પોતાનો જીવન નિર્વાહ ચાલુ રાખવા પ્રયત્નો
કર્યા;પણ આમ ક્યાં સુધી ચાલે? આખરે "જીવો જીવસ્ય કારણમ" પર આવ્યા. મોટો જીવ નાના
જીવનું ભક્ષણ કરવા લાગ્યો.નાના જીવો ખતમ થવાથી મોટા જીવો" ડાયને સોર""વ્હેલ" હાથી
વગેરે રહ્યા. 'નિર્બલ સે લડાઈ બલવાન કી, યે કહાની હૈ બલવાન કી" નિર્બળો નાશ પામ્યા,
બળવાનોને ખાવાનાં સાંસા પડવા માંડ્યા, આખરે તેઓ પણ ભૂખે તરસે મર્યા.
સમાપ્ત.
>mehtaumakant@yahoo.com<