#GirlFriend
અત્યાર સુધી જેટલી ગર્લફ્રેન્ડ મને મળી તે બધી જયાં સુધી મારી પાસે રહી ત્યાં સુધી હું એનાં નખરાં પૂરાં કરવામાં જ દેવાળીયો થઇ ગયો.
એક વખત મેં કીધું કે તેં મને હજુ સુધી કોઈ ગિફ્ટ કેમ નહીં આપી? તો તે બોલી : હું જીવતી જાગતી ગિફ્ટ તને નથી દેખાતી?
મેં કીધું પ્યારને પોષણ આપવા પરસ્પર કંઈંક ગિફ્ટ આપવી જોઈએ.જેમ તારી અપેક્ષાઓ હું સંતોષું છું!
તે બોલી :મેં શરીર તો સોંપી દીધું? તે ઓછું છે?
મેં કીધું શરીર માત્ર સંતોષ માટે વેચવું ના જોઈએ.પ્રેમ માટે તડપન અને મિલન નિર્દોષ હોવું જોઈએ.ગર્લ ફ્રેન્ડ માગે અને હું આપું તે કરતાં મનમાં થાય કે તારી માગણી પહેલાં હું તને ગિફ્ટ આપું તે સાચો પ્રેમ છે.અને હું તે રીતે તારી કાળજી રાખું છું.
તું તો કાયમ મળવા આવે તેટલી વાર કહે મારે માટે "શું લાવ્યા?"
આ સાંભળી તેની કમાન છટકી,છણકો કરી જતી રહી તે આજ સુધી પાછી નથી આવી.
બોય ફ્રેન્ડ ગમે ત્યારે પોતાનો સમય,પૈસો,બાઈક લઇ તમેં કહો તે સમય પહેલાં હાજર થઇ જતો હોય અને તમેં કાયમ લેટ પડતાં હો તો પણ ખીજવાતો નથી.તે હસીને તમને આવકારે છે.બોય ફ્રેન્ડ નિર્ધારિત સમયથી તમારા આવ્યા પછી લેટ હોય તો તેને ધમકાવી નાખવા કંઈ બાકી નથી રાખતાં.ગમે તે સંજોગોમાં તે પડખે હોય.મોબાઈલ રિચાર્જ થી માંડી birthday party માઁ તેનો ભરપૂર ઉપયોગ કરવામાં gf કોઈ કચાસ નથી રાખતી.માત્ર એક ગફલત કે ભૂલ તેને કાયમ માટે ભૂલી જવાનું કહી તે બીજો બોય ફ્રેન્ડ શોધી લે છે.
(આ એવી છોકરીઓની વાત છે જે માત્ર પોતાનો જ સ્વાર્થ જુએ.સારી છોકરીઓએ ખોટું લગાડવું નહીં. આ કોમેન્ટ સારી છોકરીઓ માટે નથી.)
- વાત્ત્સલ્ય