“જાતથી ના વેંત પણ અધ્ધર થયો,
એ રીતે હું વેંતિયો સધ્ધર થયો.
પગ ગુમાવ્યા બાદ હું પગભર થયો,
ખોઈને માણસપણું ઈશ્વર થયો.
ઝંખના એવી અમરતાની હતી,
કે પળેપળ હું સતત નશ્વર થયો.
શૌર્ય મારું હું પચાવી ના શક્યો,
હાથમાં લૈ બૉમ્બ ને શાયર થયો.
સંસ્મરણ પૂર્વજનું તાજું રાખવા,
નર મહીંથી હું કદી વા-નર થયો.”