सँकृत सुभाषित
(अनुष्टुप)
मूर्खशिष्योपदेशेन
दुर्जनभरणेन च।
दुखिते सम्प्रयोगेण
पण्डितोसSप्यवसीदति ॥
चाणक्यनीति
અનુવાદઃ
મૂર્ખને ઉપદેશોથી,
દુર્જનોને પોષવા થકી
દુઃખીનો સંગ રાખ્યાથી
પંડિતોની ભૂંડી દશા
ભાવાર્થઃ
મૂર્ખ શિષ્યને ઉપદેશ આપવાથી, દુષ્ટ માણસને પોષવાથી
અને દુઃખમાં રાચનારાઓ સાથે સંગ કરવાથી વિદ્વાન અને
ચતુર માણસોની પણ ભૂંડી દશા થાય છે.