થોડીક રાહ જોજે હં,
હું ગાઢ નિંદરમાં સરી પડું
ને જાતનું ભાન ભૂલું
એ પછી મળજે
ત્યાં જ
આપણી એ જ જગ્યાએ
વહાલનું વિશ્વ
ને સ્નેહની દુનિયા
જ્યાં મારી સાથે
માત્ર તુૃં જ હોય
તારો અનુભવ હોય
ન માયા હોય, ન મોહ હોય
જે કાંઈ હોય
નિસ્વાર્થ હોય, નિર્લેપ હોય
આવું અને આટલું તો
ત્યાં જ હોઈ શકે ને !
એટલે
મળીએ આપણે, ત્યાં જ...
#અનુ_મિતા