ઘડપણની વ્યથા
ક્ષીતિ એમ. પંડયાના સૌજન્યથી
ગડમથલ"
અહીયાં બેસું કે ત્યા બેસું!
આમ રહુ કે તેમ રહુ!
છુ હુ દ્વિધા માં મારા આ ઘડપણે!!
સોફા મા બેસું તો ગાદી બગડે,
ગાદી મા પગલા ના ડાઘ પડે,
ગાદલા મા સુવું તો ચાદર બગડે,
ઓશિકા મા તેલ ના ડાઘ પડે,
જમતા જમતા ખાવા નુ પડે,
ડાઇનિંગ ટેબલ પર ટપકાં પડે,
માગવાં જાઊ તો ભવાં ચડે,
હાલતાં ચાલતાં ઘર બગડે
ખુરશી ખેંચુ તો સ્ક્રેચ પડે,
વાત કરવા જાવું તો લોચા પડે,
ફોન ,પંખા કરુ તો બિલ નડે,
લખવા જાઊં તો ભુલો પડે,
સમજણ ના પડે તો વઢ પડે,
બોલુ નહિ તો બેય બગડે,
બોલુ તો મગજ ચકરાવે ચડે.
પહેલા જેવુ મગજ ના ચાલે,
વાતે વાતે સમજણ ના પડે,
એકલા એકલા ચૅન ના પડે
અહીયાં બેસું કે ત્યા બેસું!
આમ રહુ કે તેમ રહુ!
છુ હુ દ્વિધા માં મારા આ ઘડપણે!!
ગળ્યું ખાટું મીઠું બધુ ભાવે,
તીખું મારું પેટ બગાડે,
જાત જાતનું ને ભાત ભાતનું ,
ખાઉં તો તબિયત બગડે,
અત્યારના જમાના સાથે મેલ ના પડે,
જૂનવાણી વિચારો નો તાલ ના મળે,
જીવન માં કર્યુ છે ઘણું બધું,
એકમેક ની સાથે રહેનારા, મોજથી જીવનારા,
ઘડપણ માં એનો તાળોના જડે!!
વિચારો છે ઘણાં મનમાં,
છેવટે તો એ ગડમથલમાં પરિણમે,
સમજુ છું ઘણું, કહેવું છે પણ ઘણું,
એમાં અર્થ નો અનર્થ નીકળી પડે,
નવી પેઢી ના નવા આચાર વિચારો,
પણ એમા ખાસ તથ્ય ન મળે,
એમાં જૂની પેઢીના લોકો પાછળ પડે,
પણ સબંધ સાચવવામાં આગળ નીકળે.
અહીયાં બેસું કે ત્યા બેસું!
આમ રહુ કે તેમ રહુ!
છુ હુ દ્વિધા માં મારા આ ઘડપણે!!
કદાચ અમે તો ના શીખ્યા
પણ તમે સાચવજો તમારા ઘડપણે,
યાદ કરજો અમને એ ક્ષણે.