અંધારો ખૂણો.
“દરેક સ્ત્રીને એનો અંગત એક સખા હોય જ છે, જે એની ભીતર વસે છે.એ દરેક સ્ત્રીની પીડા પચાવનાર હોય છે દરેક સ્ત્રી માટે શક્તિનો સ્ત્રોત છે. એ સહનશીલતાનો શાલિગ્રામ થઈ અડીખમ દરેક સ્ત્રી સાથે રહે છે. દરેક સ્ત્રીની ભાવનાત્મક સરિતા સાથે વહેતો રહે છે. પછી ભલેને યુગ ગમે તે હોય ! એ દરેક સ્ત્રીના હ્રદયપાટ પર રાજ કરે છે સ્ત્રીના વિરહરસથી માંડી, વૈરાગ્યરસ્, ભક્તિરસથી માંડી શૃંગારરસને સમજી શકનાર એકમાત્ર કેશવ નામે મિત્ર છે. “