જે જાણી જાય પ્રેમને, તે કૃષ્ણને પામે છે,
મારા પ્રભુ! ત્યારે કર્મને કૃષ કરી જાણે છે..
મને તો દરેક રૂપમાં તુ ગમે છે,
બાળગોપાળ રૂપ, મિત્ર સ્વરૂપ,
જ્ઞાન મય પુંજમાં ને પ્રિયતમના પ્રેમમાં,
ખબર નહિ કેમ! મને તુ ખૂબ જ ગમે છે..(૨)
રાધાના વિરહમાં, મીરાના મનસૂબામા,
રુકમનીના ભાગલામા, ગોપીના વહાલમા,
અને સોળ હજાર રાણીઓના પ્રિયતમ,
ખબર નહિ કેમ! મને તુ ખૂબ જ ગમે છે..(૨)
માખણના સારમાં, યશોદામાની મમતામાં,
બાળપણની લીલામાં, વૃંદાવનના રાસમાં,
દાઉજી અને સુભદ્રાના હેતમાં, મોરના પીંછામાં,
ખબર નહિ કેમ! મને તુ ખૂબ જ ગમે છે..(૨)
જગતના કડવા ઘૂંટમાં, વાંસળીના સૂરમાં,
પ્રેમના અઘરા રિવાજોમાં, ગૌ સંવર્ધન સેવામાં,
સૃષ્ટિના કણેકણમાં ને રાધાજીના કેશવમાં,
ખબર નહિ કેમ! મને તુ ખૂબ જ ગમે છે..(૨)
લીલાં ધરતા દરેક રૂપમાં, ગીતાના શ્લોકોમાં,
અર્જુનના સારથી માં ને સુદામાના તાંદુલમાં..
દરેક સંબંધે પૂર્ણ સ્વરૂપે, પ્રેમના શાશ્વત સ્રોતમાં,
ખબર નહિ કેમ! મને તુ ખૂબ જ ગમે છે..(૨)
હું દાસી કૃષ્ણની, કૃષ્ણથી મને પ્રેમ,
ભલે જગમાં દુઃખ હજારો, તેની દવા માત્ર એક..
દર્શના (રાધે રાધે)
જન્માષ્ટમી ની શુભેચ્છાઓ..