Edited
શું, ખરેખર આપણે, આઝાદ છીએ..??
થયા, આઝાદ અંગ્રેજોથી,
સંકુચિત મનનાં, ગુલામ છીએ!
શું, ખરેખર આપણે, આઝાદ છીએ..?
યુવાધન, અથડાતું દિશાવિહીન,
ચારેકોર, લાંચરુશ્વતનું રાજ છે!
શું, ખરેખર આપણે, આઝાદ છીએ..?
ધર્મનિરપેક્ષ, આપણો દેશ,
હિંદુ મુસ્લિમનાં, રમખાણ છે!
શું, ખરેખર આપણે, આઝાદ છીએ..?
બાળદિવસ, ઉજવાતો ઠાઠથી,
બાળકીઓ, રોજ ચુંથાંય છે!
શું, ખરેખર આપણે, આઝાદ છીએ..?
સાદગીની, ઓળખ ખાદી,
રાજકારણીઓની, ઓળખ મનાય છે!
શું, ખરેખર આપણે, આઝાદ છીએ..?
સમાનતાનાં, આગ્રહી આપણે,
નોકરીના વેતનમાં, અંતર રખાય છે!
શું, ખરેખર આપણે, આઝાદ છીએ..?
શક્તિનાં, ઉપાસક આપણે,
નારીનું, શોષણ રોજ થાય છે!
શું, ખરેખર આપણે, આઝાદ છીએ..?
વીર શહીદો, પુછે એક પ્રશ્ન,
શું, સહાદત અમારી, વ્યર્થ છે..?
શું, ખરેખર આપણે, આઝાદ છીએ..??