કાનુડા તારી પ્રીતમો હું ગાંડી ઘેલી થઈ ગઈ.
આવજે કાના વહેલો વહેલો ગોકુળ ગામમાં
તારી વાસળીના સૂરમાં માં હું રે,ખોવાઈ ગઈ,
કાનુડા તારી યાદમાં તારી રાધા ભાન ભૂલી ગઈ
શાને રિસાયો કાન! વેલો.પધારો ગોકુલધામમાં
કાન તારી રાધાની આંખડી રડીને ભીંજાઈ ગઈ.
ખોટા વાયદા તું બતાવે તું કાન અમારા પ્રેમમાં
તારી મુકુટની કલગીમાં કાન હું રે ખોવાઈ ગઈ.
કાના રંગીલો રાસ તું રમાડને ગોકુળ ગામમાં
દાડિયા ના રાસમાં હું દિલમાં ખોવાઈ ગઈ.
કાનુડા કાળા તું કામણગારા આવ અને દેશમાં
તારી રાહ જોઈને મારી જિંદગી પૂરી થઈ ગઈ.
માર દિલમાં વસેલા પ્રભુ તમે આવોને એકવાર
તારા દર્શન નાની અભિલાષા અધૂરી રહી ગઈ.
કાનુડા રાધા તારી એકલી પડી ગઈ ગોકુળમાં
કાનુડા તારી પ્રીતમાં હું ગાંડી ઘેલી થઈ ગઈ.