માડી મારી નાવને તું તારજે(2)
સુખમાં કે દુઃખમાં સંભાળજે..
આશરો આધાર તારો એક છે
આંટીઘૂંટીમાં અમને ઉગારજે..
માડી મારી નાવને તું તારજે..
તારા વિના કોણ છે મારે બીજું
પાંખમાં રાખી સદાએ પાળજે..
માડી મારી નાવને તું તારજે
મોહને માયા મહીં અટવાવું તો
તારા પંથે મન મારું વાળજે..
માડી મારી નાવને તું તારજે
માતા કુમાતા કદી થાતી નથી
હેત રાખી હાથ મારો ઝાલજે..
ભક્તોની અરજીને લેજો ધ્યાનમાં
બાળની અરજીને લેજો ધ્યાનમાં
આંખલડી પાવન કરી દિલ ઠારજે
માડી મારી નાવને તું તારજે
સુખમાં કે દુઃખમાં સંભાળજે..
માડી મારી નાવને તું તારજે.
🙏..ચેહર માત ની જય..🙏
-ચેહરની દિકરી
#sdk #