Gujarati Quote in Thought by Umakant

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભારતનું અમૂલ્ય ધન કયું? "યુવાધન"

हास्य-रूदन में, तूफ़ानों में,
असंख्यक बलिदानों में,
उद्यानों में, वीरानों में,
अपमानों में, सम्मानों में,
उन्नत मस्तक, उभरा सीना,
पीड़ाओं में पलना होगा.
कदम मिलाकर चलना होगा.
-अटल बिहारी बाजपेयी

સ્વતંત્રતા દિવસ નજીક છે એટલે આ ભાવનાઓ વહી રહી છે એવું નથી પરંતુ હાલમાં ભારત વિરુદ્ધ રચાય રહેલા કાવતરાં, એન્ટી ઇન્ડિયા પ્રોપોગેન્ડા વગેરે એ ભારત અને એના ભવિષ્ય વિશે વિચારવાં માટે માત્ર મને નહિ પરંતુ દરેક ભારતીયને મજબૂર કર્યાં છે. જમ્મુ એરબેસ પર LeT એ મોકલેલો ડ્રોન, અફઘાનમાં ભારતના સૌથી મોંઘા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર તાલિબાનનો હુમલો, ચાઇનાએ બોર્ડર પર વધારેલું ૪૦% સૈનિક દળ, ન્યૂયોર્ક ટાઈમ્સ માટે ભારતના કોરસ્પોન્ડન્ટ જર્નાલિસ્ટની નોકરી માટે એન્ટી-ઇન્ડિયા અને એન્ટી મોદી સેન્ટિમેન્ટ હોવું જરૂરી આવી જાહેરાત(ચિપ એક્ટ)...આવી એક નહિ અનેક વ્યૂહરચનાઓ ભારત વિરુદ્ધ ચાલી રહી છે. ભારતનો ઇતિહાસ પણ સૂચવે છે કે એ હંમેશથી જ દુનિયા માટે એક આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે એ પછી મરી-મસાલા,અમૂલ્ય ખજાનાઓ કે સમૃદ્ધ શાસ્ત્રો માટે કેમ ન હોય. હાલની પરિસ્થિતિમાં ભારતમાં એવું શું છે જેના કારણે વિશ્વ આખું ભારત ઉપર નજર નાખી બેઠું છે, એને તોડવાં, ભાંગવા,અને બધીજ રીતે અસમર્થ બનાવવાં? આપણું એ અમૂલ્ય ધન છે આપણું 'યુથ' -'યુવાધન'( યુવાનો/યુવતીઓ). ૨૦૩૦ સુધી ભારતનું યુવાધન સમગ્ર વિશ્વમાં મોખરે છે. એટલેજ આ દસકો દુનિયાના પાવરફુલ દેશો માટે ખૂબ પડકારરૂપ અને અઘરો છે. જો ભારત આ દસકાનો મહત્તમ ઉપયોગ કરી ઈકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્વેનશન, ડિફેન્સ, હેલ્થ અને એજ્યુકેશનમાં આત્મનિર્ભર બને તો ચાઇના, US ,જાપાન વગેરે માટે એક મોટું માર્કેટ-ક્રાયસિસ ઊભું કરી શકે એમ છે, 'પાવરહાઉસ' બની શકે છે. પરંતુ એવું ન થવાં દેવું એ દુનિયાનો અજેન્ડા છે અને ઇતિહાસ બધાજ જાણે છે કે ભારતીયો પર 'વિભાજન અને શાસન' કેમ કરવું.

- પાર્ટી પોલિટિક્સ કરી કોઈ પણ હિસાબે યુવાનોને ખોટા માર્ગે ભટકાવવાં અને દેશના વિકાસમાં ફાળો આપતાં અટકાવવાં (બોલિવૂડ સેલેબ્રીટીસને આ કાંડમાં અગ્રેસર કરી યુવાઓને સિસ્ટમ વિરુદ્ધ કરવાં)
- પેઈડ મીડિયા થકી ખોટી માહિતી આપી સરકાર વિરુદ્ધ ઉશ્કેરવા, આંદોલનોને ખોટા સમર્થન આપવા (કેનેડા PM,ગ્રેટા થનબર્ગ, રિહાના વગેરેને ભારતના કિસાનો પ્રત્યે અત્યારેજ કેમ પ્રેમ પેદા થયો?)
- જાતિ અને ધર્મના નામ પર દેશમાં અસહિષ્ણુતા છે એવા પ્રચાર કરવાં અને કરાવવાં
- ફેમિનિઝમ- ઈનઇકવાલિટીનું એટલું મોટું જાળું રચવું કે યુવતીઓ એ ગૂંચળામાં ગુંચવાય જાય અને એની
સીમાની બહાર, દેશની સમસ્યાઓ અને વૃદ્ધિ માટે વિચારી જ ન શકે(playing with sentiments )
- ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસને ખોટી રીતે શિક્ષણમાં/ફિલ્મોમાં દર્શાવવાનાં પ્રયાસો કરવાં
- દેશની કોઈપણ સમસ્યામાં આગમાં ઘી પુરવાનું કામ આપણાંજ ભાઈ-બહેનોને પ્રક્ષુબ્ધ કરી કરાવવાં
- ભ્રષ્ટાચાર થકી, પૈસા અને પદના પ્રલોભનો આપી, ડર અથવા ધમકીથી 'ઇંડોફોબિયા' જગાવવો

પશ્ચિમી સંસ્કૃતિ ઇંડીવિડ્યૂઅલિઝમમાં માને છે. 'વ્યક્તિગત સ્વતંત્રતા' 'વ્યક્તિગત અધિકાર' ની તરફેણ કરે છે. આજકાલ મોટાભાગની કંપનીઓ પણ ઇંડીવિડ્યૂઅલિસ્ટીક અપ્રોચ અપનાવી રહી છે. એટલેજ 'એમ્પ્લોયી ઓફ ધ મંથ' 'બેસ્ટ એમ્પ્લોયી' એવા એવોર્ડ્સ માટે લોકોને પ્રેરે છે. આ અપ્રોચનો એક ગેરફાયદો એ છે કે એ માણસને સ્વાર્થી બનાવતો જાય છે. પ્રોફેશનલ લાઈફનો સ્વભાવ તેની પર્સનલ અને સોશ્યિલ લાઈફમાં પણ પ્રતિબિંબિત થાય છે. ટીમમાં કામ કરવાં માટે કહે પણ એવોર્ડ ઇંડીવિડ્યૂઅલને મળે, એનાથી એક વિરોધાભાસ વ્યક્તિમાં ઉત્ત્પન થાય છે. હકીકત એ છે કે સોશ્યિલ લાઈફ સામૂહિક રીતે જીવી શકાય છે એમાં 'હું પદ' અમુક હદે ત્યજવું પડે છે, સમગ્ર સમાજ કે દેશના હિત માટે સામૂહિક નિર્ણયો લેવા પડે છે. પરંતુ આજની પેઢીને એ સમજાવવું અત્યંત કઠિન થઇ પડશે કારણ કે એ લોકો ને 'કલેકટીવીસમ' કે 'સામૂહિકતા' ના ફાયદા ક્યાંય દેખાશે નહિ એટલે સમજાશે પણ નહિ.
અમેરિકાની એક ફાસ્ટ ફૂડ કંપનીએ ચાઇનામાં એક બ્રાંચ ખોલી. ત્યાંના લોકલ સ્ટાફને ટ્રેન કર્યો અને HR એ બધી વ્યવસ્થા અને પૉલિસિ સમજાવી. એમાં એક પ્રથા હતી 'એમ્પ્લોયી ઓફ ધ મંથ'. એક મહિના પછી એક મહિલાને એના સારા કામ બદલ એ એવોર્ડ આપવામાં આવ્યો. પરંતુ થોડા જ દિવસોમાં એ મહિલા એ રાજીનામું આપી દીધું. જયારે એને પૂછવામાં આવ્યું કે કારણ શું છે ત્યારે તેણીએ જવાબ આપ્યો કે એ જયારે પોતાનું નામ એક વિજેતા તરીકે કાઉન્ટર પરના પોસ્ટરમાં જોવે છે ત્યારે એને શરમ આવે છે. એને પોતાના લોકો સાથે દગો કર્યો હોય એવું લાગે છે. એ પ્રથા ચાઇનામાં ન ચાલી. એ લોકોની છબી સામૂહિક છે એવું એ લોકો દ્રઢપણે માને છે એટલે ત્યાં 'ટીમ ઓફ ધ મંથ' પ્રથા ચાલે છે. ચાઇનામાં જયારે કોઈ મહાન કામ કરે ત્યારે એ વ્યક્તિની વાહ વાહ નથી થતી એમના પૂર્વજોની થાય છે અને એમને વધાવવામાં આવે છે. આ સામૂહિકતા એમના દેશના વિકાસ માટે ખરેખર સફળ નીવડી છે એમ કહી શકાય. આજે ચાઇનાએ વિશ્વના ઘણા દેશોને આર્થિક રીતે પોતાના પર નભતા કરી દીધા છે. જો કે ત્યાં વ્યક્તિગત સ્વતંત્રતા નથી એ તેનો બહુ મોટો ગેરરફાયદો પણ છે. ભારતમાં સામૂહિકતાના સંસ્કાર હંમેશાથી આપવામાં આવ્યા હતા પરંતુ પશ્ચિમીઓની નકલ કરવામાં ભાષા સાથે આપણે આપણાં સંસ્કારોને પણ અવગણવાં લાગ્યા. વળી, ભારતમાં તો વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને ફ્રીડમ ઓફ સ્પીચને હંમેશથી અગ્રતા અપાઈ છે. વિકાસ માટે થઇ આપણે માત્ર 'ભારત એક કુટુંબની' ભાવના સેવીયે અને 'સામૂહિક પ્રયાસો' 'સામૂહિક નિર્ણયો' નું સમજણથી સમર્થન અને હકારાત્મક રીતે પાલન કરીયે તો કદાચ સારી પ્રગતિ કરી શકીયે. જે પ્રયાસો અને નિર્ણયો દેશના ભવિષ્ય માટે આર્થિક રીતે લાભદાયક,સુરક્ષિત,આશાસ્પદ અને આત્મનિર્ભરતા તરફા હોય એ વ્યક્તિગત રીતે કદાચ આપણને ન સમજાય કે ખોટા લાગે પણ એને હોલિસ્ટિક અપ્રોચથી તોલવા જરૂરી છે. સરકારના નિર્ણયો સામૂહિક હોય છે કોઈ એકજ વ્યક્તિ એ ન કરી શકે એટલી સરળ સમજ દરેકને હોવી જોઈએ. ભૂતકાળમાં આપણને 'વિભાજન અને શાશન' ના ઘા વાગી ચુક્યા છે અને એના માવઠા પરિણામો આપણે ભોગવ્યા પણ છે પરંતુ દરેક ઘા ના ઉઝરડા રહી જાય છે અને એ ઉઝરડા જોઈ સમજુ પ્રજાએ ઇતિહાસ નું પુનરાવર્તન ન થવાં દેવું જોઈએ. બાહ્ય પરિબળોને હરાવવાં આંતરિક શક્તિ- immunity જરૂરી છે. આપણી ઇમ્યુનીટી 'એકતા' છે.આવનારો સમય ભારતના વિકાસ માટે સોનેરી તક છે અને આવનારી પેઢી આ દસકા નો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકે એ માટે આપણે એમને કેવી રીતે મદદરૂપ થવું એ દરેક ભારતીયે વિચારવુંજ જોઈએ. યુથ ઇસ લાઈક ફાયર. જો એમને સાચું માર્ગદર્શન આપી દિશા સૂચવવામાં આવે તો 'Construction ' નિર્માણમાં મદદ કરશે નહીંતર 'Destruction 'કે વિનાશ જ નોતરશે.

सरकारें आएंगी, जाएंगी, पार्टियां बनेंगी, बिगड़ेंगी मगर ये देश रहना चाहिए - अटल बिहारी वाजपेयी

- કોઈપણ દેશ માત્ર એની સંસ્કૃતિથી સમૃદ્ધ ન થઇ શકે.'સમૃદ્ધ અર્થતંત્ર' જ એક સમૃદ્ધ દેશની નિશાની છે. વિકાસ અને પ્રગતિ સમૃદ્ધિ માટેના માર્ગ છે. સ્કૂલના અભ્યાસક્રમ સિવાય ઈકોનોમીનું બેઝિક જ્ઞાન દરેક યુવાને મેળવવું જોઈએ. અર્થતંત્રને મજબૂત બનાવવાં માટે 'આયાત' ઈમ્પોર્ટ કરવાનું મહદંશે ઓછું કરવું પડે. યુવાનોને એ સમજાવવું અત્યંત જરૂરી છે કે કઈ વસ્તુઓ માટે આપણે બીજા દેશો પર નભિયે છીએ. દા.ત "ટોય ઇન્ડસ્ટ્રી" ૮૦% આયાત ચાઇનાથી થાય છે. સરકારે આ આયાત ઘટાટાડવાં માટે લોકલ ટોયઝ માટે વોકલ થવાં અને આ સેક્ટરમાં ઇન્નોવેશન થકી ઈકોનોમી વધારવાં માટેના પ્રયાસો સૂચવ્યાં છે( ટૉયકોનોમી-CSR પ્રોજેક્ટ વિષે વાંચવું). પ્લાસ્ટિક, ફર્ટિલાઇઝર, ઇલેક્ટ્રિક બેટરી, સોલાર પેનલ, જેવા અન્ય સેક્ટરમાં પણ આત્મનિર્ભર બનવા માટે ઘણો અવકાશ છે એ યુવાનો એ જાણી, સમજી અને એ દિશામાં ઇન્નોવેશન માટે પગલાં ભરવાં જોઈએ.આપણે સર્વે પ્રામાણિકતાથી ટેક્સ ભરી, ટેક્નોલોજીનો મહત્તમ સદુપયોગ કરી કરપ્શન અટકાવવાં બનતાં પ્રયાસો કરવાં જોઈએ. ઈન્ટરનેટનો ઉપયોગ માત્ર પોર્ન વિડિયોઝ અને મેમ્સ માટે નહિ પરંતુ 'સ્ટાર્ટ-અપ' બિઝનેસ, નવીન પદ્ધતિઓ, માર્કેટ એનાલિસિસ, વર્લ્ડ ઈકોનોમી સમજવા પણ કરવો જોઈએ.

- સાચા રોલ મોડલ સેટ કરવાં- મને એ વાતનો ખૂબજ રંજ છે કે અમારાં સમય વખતે હિન્દી સિનેમાના અને ક્રિકેટના જ રોલ મોડેલ અમે બનાવ્યાં- આજના બાળકો અને યુવાનો આ ભૂલ ન કરે એની ખાતરી ચોક્કસ કરવી રહી. રોલ મોડેલ એજ બની શકે જે તમને દેશની સંસ્કૃતિ, વિકાસ,અને ઉજ્જળ ભવિષ્ય માટે સતત કામ કરવાં પ્રેરે, જે નિષ્પક્ષ અને નિસ્વાર્થ વૃત્તિથી પોતાનું કર્મ દેશને અર્પણ કરે, જે તમારામાં દેશ માટે કંઈક કરી છૂટવાની જ્વાળા પ્રગટાવે, જે તમને દેશ માટે ગર્વ કરાવે ! નિષ્કપટ સાયન્ટિસ્ટ, ટીચર, ડૉક્ટર, આર્મી ઓફિસર, IAS કે કોઈપણ સામાન્ય માણસ જે તમારામાં આત્મવિશ્વાસ અને કર્મનિષ્ઠા જગાવે એજ રોલ-મોડેલ બનવા લાયક છે. સ્વતંત્રતા સેનાનીઓ અને સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષો ભારતના આદર્શ છે.

-આપણું સિવિલાઈઝેશન પ્રાચીનતમ છે અને આપણી સંસ્કૃતિ માનવધર્મનું સર્વોચ્ચ લક્ષ્ય 'આત્મજ્ઞાન' શીખવે છે એ યુવાપેઢીને સમજાવવું અતિઆવશ્યક છે. એ પણ સાયન્ટિફિકલી, કારણ કે યુવાનોને સાયન્સ અને ધર્મનું રિલેશન જાણવામાં રસ છે જ, બસ સાચું માર્ગદર્શન આપવાનું છે- વેદો, ઉપનિષદ, અને યોગનું મૂળભૂત જ્ઞાન એમના માટે સાચા માનવધર્મ માટેના ઘણા માર્ગ ખોલી આપશે.

-યુવાનોને સારા વાંચન તરફ વાળવાં પુસ્તકાલયોને અદ્યતન બનાવવાં પડશે. છોટા-ઉદેપુર તાલુકા(ગુજરાત)નું પુસ્તકાલય લેટેસ્ટ સુવિધાઓ વાળું અને વર્લ્ડ ક્લાસ સ્ટાન્ડર્ડથી અપગ્રેડ કરાયું છે (કાર્યકર્તા ને વંદન). ભારતમાં આવાં ઓછામાં ઓછા ૧૫૦૦ પુસ્તકાલયોની જરૂર છે. યુથડે ક્યારે અને કેમ ઉજવીયે છીએ એ પણ જુવાનોને સમજાવવું જોઈએ. ભારત સરકાર YUVA Scheme હેઠળ યુવા-દિવસે જુવાનો દ્વારા લખાયેલા પુસ્તકો પ્રકાશિત કરશે. ભારતીય સાહિત્યમાં રસ અને ઉત્સાહ ફેલાવવાં માટે આ સ્કીમ એક ખૂબજ સરસ પ્રયાસ છે.( સરકારને વધામણી)

- સંસ્કૃત વિશ્વની સૌથી પ્રાચીન ભાષા છે અને એનું ઉદ્દગમ સ્થાન ભારત છે એનો ગર્વ હોવો જોઈએ (તમિલ ને પ્રાચીનતમ ગણિયે તો એ પણ ભારતીય જ છે). આ ભાષા માંથી જ ગણિત અને વિજ્ઞાનની ઉત્ત્પત્તિ થઇ છે એ જાણી દરેક ભારતીયને ખુશી થવી જોઈએ. ગ્રહોની સ્થતિ પરથી એમની પૃથ્વી પર થતી અસર, સૂર્ય, ચંદ્રના પ્રકાશની આપણાં શરીર પર થતી અસર અને એવું ઘણું બધું જ્ઞાન આ ભાષા વર્ષો પહેલા દુનિયાને આપી ચુકી છે. વિદેશોમાં થતા સંશોધનો આ જ્ઞાન પર પણ આધારિત છે એ ભાવિ પેઢી એ ધ્યાનમાં રાખી આપણાં અમૂલ્ય શાસ્ત્રોના ખજાના વાંચવા જોઈએ( મને આ શીખવવામાં નહતું આવ્યું એનું દુઃખ છે પણ યુવાનોને આ સમજ નહિ આપીયે તો એ આપણી મોટી ભૂલ ગણાશે)

દેશભક્ત બનવું જરૂરી નથી પરંતુ ભારતીય બનવું અતિ-આવશ્યક છે. જે વ્યક્તિ ભારતની સંસ્કૃતિ,પ્રતિષ્ઠા, સુરક્ષા,અને મહિમાને સાચવે અને વિશ્વપટલ પર એનું માહાત્મ્ય દર્શાવવાં માટે બનતાં પ્રયત્નો કરે એજ સાચો ભારતીય છે. કર્મ ભૂમિને સલામ અને જન્મ ભૂમિને પ્રણામ. 🙏જય હિન્દ🙏👍

Written by- Mittal Chudgar Nanavati
#mittalchudgarnanavati
---------------------------------------------------------------------

Gujarati Thought by Umakant : 111730188
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now